ધબડકો / ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાએ ગુમાવ્યો નંબર-1નો તાજ, ICCના આ નિયમોના કારણે થયું નુકસાનકોરોના વાયરસના કહેર વચ્ચે એક તરફ જ્યાં બધી ટૂર્નામેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે ત્યાં ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાઓનો તાજ છીનવાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ઈન્ડિયાને પછાડીને નંબર વન બની ગઈ છે.

ઓસ્ટ્રેલિયા ફરીવાર બની નંબર વન ટીમ
ભારત ત્રીજા સ્થાન પર પછડાયું
વર્ષ 2016થી નંબર હતી ટીમ ઈન્ડિયા
ઓસ્ટ્રેલિયા ફરી બન્યું 'બોસ'

વર્ષ 2016થી જ ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં ભારતની બાદશાહત યથાવત હતી. તે બાદ આજે પહેલીવાર ટીમ ઈન્ડિયાએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું છે. ઓસ્ટ્રેલિયા નંબર વન ત્યાં ન્યૂઝીલેન્ડ બીજા સ્થાન પર પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 116 અંક સાથે પહેલાં નંબર પર જ્યારે 115 અંક સાથે ન્યૂઝીલેન્ડ બીજા સ્થાન પર છે. જ્યારે 114 અંક સાથે ભારતની ત્રીજા નંબર પર છે. નોંધનીય છે કે વર્ષ 2003માં ICC ટેસ્ટ રેન્કિંગની શરૂઆત કરવામાં આવી હતી.


ભારતની રેન્કિંગ ઓછી થવાના કારણે ઘણા લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે કે લોકડાઉનના કારણે જ્યાં એક તરફ બધી મેચ રદ્દ છે તો આ રેન્કિંગમાં ભારતના નંબર ઓછા કેમ થઇ ગયા ? ટેસ્ટ રેન્કિંગમાં ભારતનો તાજ છીનવાઈ જવા પાછળ ICC નું ગણિત છે. ટીમ ઈન્ડિયા વર્ષ 2016માં નંબર વનના સ્થાન પર પહોંચી હતી.


તાજા રેન્કિંગમાંથી હટાવાયો 2016નો રેકોર્ડ


વર્ષ 2016માં ટીમ ઈન્ડિયાએ ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વર્ષમાં ટીમ ઈન્ડિયાએ 12 ટેસ્ટ મેચ જીત્યા હતા. કોહલીની આગેવાનીમાં ભારત પાંચ ટેસ્ટ સીરીઝ પર જીત હાંસલ કરવામાં સફળ રહ્યું હતું. ભારતનાં ધુઆંધાર પ્રદર્શનના કારણે ટીમ દુનિયાની નંબર વન ટીમ બની ગઈ. પરંતુ તાજા અપડેટમાં વર્ષ 2016 2017નાં રેકોર્ડને હટાવી દેવામાં આવ્યો છે. જેના કારણે ભારત સીધું ત્રીજા નંબર પર પછડાયું છે.


આ રીતે નક્કી થાય છે રેન્કિંગ

હાલ જે રેન્કિંગ નક્કી કરવામાં આવ્યા છે તે વર્ષ 2017થી અત્યાર સુધી રમવામાં આવેલ મેચ પરથી આપવામાં આવેલ છે. આ રેન્કિંગમાં વર્ષ 2019 બાદ રમવામાં આવેલ મેચની 100 ટકા તથા તેના બે વર્ષ પહેલાં રમવામાં આવેલ મેચની 50 ટકા રેટિંગને જોડવામાં આવી છે. આ નિયમના કારણે ભારતનો તાજ છીનવાઈ ગયો છે. વર્ષ 2017માં ભારત 11માંથી 7 મેચમાં વિજયી રહ્યું હતું જ્યારે વર્ષ 2018માં પણ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, જેમાં 14 ટેસ્ટ મેચમાંથી સાતમાં જ જીત હાંસલ થઇ હતી. વર્ષ 2019માં કુલ આઠ મેચમાંથી સાતમાં જીત મેળવી અને એક મેચ ડ્રો રહી હતી

Post a Comment

Previous Post Next Post